આ ‘પીળા રૂમાલની ગાંઠ’ ની જે વરતા શરૂ થાય છે તેનો નાયક કર્નલ સલીમન નહી. પણ અમીરઅલી ઠગ છે. સેકડો હત્યા કરનાર આ ઠગ સરદારની જીવનકથા માં કાળજા થીજાવી દે એવી ભયાનક, આખો ભીજવી દે એવી કરુણ અને દિલ-દિમાગ ને જકડી રાખે એવી રોમાંચક નવલકથા છે. આ નવલકથા સત્યઘટનાને આધારે અને કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો આ પ્રયાસ છે.