Meeranu Mahabhinishkram: પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં પ્રેમ શબ્દ માટે તો અભિષેક જ, એવી ગાંઠ તેના મનમાં વાળીને બેઠી હતી. અર્જુને પણ એ ગાંઠને કદી તોડવાનો પ્રયત્ન ન કર્યો. તે ઇચ્છતો કે મીરાં જો આ ગાંઠને કારણે દુઃખી થઈને પોતે જ ગાંઠ છૂટી પાડે તો તે તેને સહાય કરશે અને એ પણ જો મીરાં ઇચ્છે તો જ… …અને પછી શરૂ થાય છે મીરાંનું મહાભિનિષ્ક્રમણ. શું મીરાં પોતાનાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસને નેવે મૂકીને અર્જુનરૂપી પ્રેમસાગરમાં વહેવા માંડે છે? મીરાંની આ મૂંઝવણ એને કઈ દિશા તરફ લઈ જશે? આધુનિક મીરાંનાં પ્રેમ, તર્પણ અને સમર્પણની દિશા તમને પણ ચકિત કરી દેશે.