Ikigai – સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret? એ જાદુઈ અને અનોખું રહસ્ય છે – ઇકિગાઈ. ઇકિગાઈ એટલે ‘જીવનનો ઉદ્દેશ્ય’.