આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, બતાવ્યા છે. જેમ કે, મિનલદેવી અને કાશ્મિરા, એક શાંત અને મુત્સદી તો બીજી સુંદર અને બહાદુર સાથે ચાલાક પણ. તેમા મુંજાલ મંત્રી અને રાજા કર્ણદેવ જેવા પાત્રો પણ છે. કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર ‘કાક’ નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને ‘મંજરી’, કે જેના પ્રેમમાં કાક પડે છે, સિવાયના બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે.