તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય?જો તમે આવું Feel કરતા હોવ તો તમે યોગ્ય પુસ્તક જ હાથમાં લીધું છે.તમારી જિંદગીને બદલી નાંખે તેવાં Life Changing સિક્રેટ્સ છૂપાયેલાં છે તમારા ઍટિટ્યૂડમાં! આ ઍટિટ્યૂડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે અને ઍટિટ્યૂડને તમે તમારી ઇચ્છા પ્રમાણે ઘડી શકો છો. કેવી રીતે?વિચાર : સફળ જીવનની શરૂઆત થાય છે સારા વિચારોથી. તમારા વિચારોની શક્તિ તમારું જીવન બદલી શકે છે.
વાણી : બોલતા પહેલાં વિચારો. તમારી વાણી જ તમને તમારી ઇચ્છાઓની પાસે કે તેનાથી દૂર લઈ જઈ શકે છે.
વર્તન : તમારી ઇચ્છાઓ કે સપનાંઓને પૂરાં કરવા માટે ઉત્સાહભર્યા કદમ ઉઠાવો અને જુઓ પરિણામ!માત્ર આટલું કરવાથી તમારા અંદર રહેલી Unlimited શક્તિઓનો તમને પરિચય થશે. જીવનમાં આવતા પ્રશ્નો કે ઉલઝનોને તમે સરળતાથી ઉકેલી શકશો. અન્યોની સાથે તમારા સંબંધો તો વિકસશે જ પણ તમને જોઈતી સફળતા પણ મળશે.આજે જ આ પુસ્તક વાંચો અને જુઓ તમારાં જીવનમાં આવતા Positive ફેરફારો!
Reviews
There are no reviews yet.