જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ‘ધરતીકંપ’ જેવી હોય છે. એ પસાર થઈ ગયા પછી પણ એના આફ્ટરશૉક્સ કે ઝટકા અનુભવાયા કરે છે. ક્યારેક જીવનમાં કશુંક એવું બની જાય કે જાણે માથા પર વીજળી પડી હોય અને એ બનાવનો કરંટ કેટલાય સમય સુધી અનુભવાયા કરે. બસ, એમ સમજી લો કે મારા માથે પણ એવી જ કંઈક વીજળી પડી છે, જેનો કરંટ મારાં લેખો અને પુસ્તકો દ્વારા તમારા સુધી પહોંચતો રહે છે. મને અંદરથી હચમચાવી નાંખતી દરેક ઘટનાના આફ્ટરશૉક્સ મારા લખાણમાં ઊતરે છે.
Reviews
There are no reviews yet.