Vahal Nu Vavetar – આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે.
તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરવો હોય તો આ પુસ્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે.
આ પુસ્તક એટલે હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગોનું અણમોલ ભાથું